એક ગોવાળિયાની કોઈ રાજાએ ખૂબ પ્રશંસા કરી. રાજા આતુર સ્વભાવનો હતો. એકાદ વાત પૂછવાથી જ એટલો પ્રભાવિત થયો કે એને રાજ્યનો ખજાનચી બનાવી દીધો.
ગોવાળિયાએ સોંપેલ કામ તો સંભાળી લીધું, પરંતુ મનમાં આશંકા રહી કે રાજા કાનનો કાચો છે. ઉતાવળિયા સ્વભાવનો છે. ગમે ત્યારે નોકરીમાંથી કાઢી શકે છે, માટે પોતાનો સામાન તૈયાર રાખવો જોઈએ. એણે પોતાને રહેવા માટે એક ઓરડો પર્યાપ્ત માની એમાં જ રહેતો અને આખો દિવસ તાળું મારી રાખતો.
ચુગલખોરોએ રાજાના કાન ભંભેર્યા કે ખજાનચીએ બહુ ધન ભેગું કર્યું છે પરંતુ જે ઓરડામાં રહે છે એમાં જ ભરી રાખ્યું છે. રાજાને તપાસ કરવાની ફુરસદ નહોતી, એણે તત્કાળ ઓરડાની તપાસ કરવાનો અને ખજાનચીને બરખાસ્ત કરવાનો આદેશ આપ્યો.
તપાસ કરવામાં આવી. ઓરડામાં ફક્ત એ કપડાં અને જૂતાં મળ્યાં જે એ ઘેરથી લઈ આવ્યો હતો. એને પૂછવામાં આવ્યું કે, “આ જૂની, ફાટેલી વસ્તુઓ કેમ ભેગી કરી રાખી છે?” ગોવાળિયાએ કહ્યું કે, “હું જાણતો હતો કે રાજા કાચા કાનનો છે. ઉતાવળિયા સ્વભાવની કોઈ વ્યક્તિના ઘેર વધુ દિવસ રોકાઈ શકાતું નથી. તેથી જેવી રીતે આવ્યો હતો એ જ રીતે ઘેર પાછા જવાની તૈયારીમાં જૂનો સામાન સાચવી રાખ્યો છે. રાજાના રોકવાથી પણ એ રોકાયો નહીં. સરકારી વરદી ઉતારી દીધી અને જૂનાં કપડાં પહેરી ખાલી હાથે ઘેર જતો રહ્યો.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6