ઇંગ્લેંડનો રાજા હેનરી પાંચમો જ્યારે યુવાન હતો ત્યારે ખૂબ અલ્લડ હતો, એક વાર ન્યાયાધીશે કોઇક ગુનેગારને કાયદા પ્રમાણે સજા કરી ત્યારે હેનરીએ ન્યાયધીશને કહ્યું “હું યુવરાજની હેસિયતથી આદેશ આપું છું કે આને છોડી દો. “
ન્યાયાધીશે આદેશ માન્યો નહીં અને કહ્યું કાયદો યુવરાજ કરતાં પણ મોટો છે. આ સાંભળી અપમાનિત થયેલા હેનરીએ ન્યાયાધીશને એક થપ્પડ મારી દીધી. ન્યાયાધીશે તરત પોલીસ બોલાવીને તેને જેલમાં પુરાવી દીધો, સાથે સાથે એક ચિઠ્ઠી પણ લખીને મોક્લાવી. તેમાં લખ્યું હતું “મોટા થઇને આપને આ દેશના રાજા બનવાનું છે. જો તમે રાજયના કાયદાઓનું સન્માન નહીં કરે તો પ્રજા આપની આજ્ઞા કેવી રીતે માનશે?
હેનરીએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી.
જ્યારે તેઓ રાજા બન્યા ત્યારે પણ હમેંશા પેલા ન્યાયાધીશની સલાહને યાદ કરતાં રહ્યા.
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૧૯૮૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6