101
એક લુહાર ઉત્તમ બાણ બનાવવા માટે પ્રખ્યાત હતો. બીજા એક લુબારનો છોકરો એવાં ઉત્તમ બાણ બનાવવાની વિદ્યા શીખવા માટે પેલા લુહાર પાસે ગયો. ત્યાં થોડા દિવસ રહ્યો.
એક દિવસ ત્યાં આગળથી વરઘોડો પસાર થઇ રહ્યો હતો. બેન્ડવાજાં વાગતાં હતાં. એમ છતાં લુહારની તન્મયતામાં સહેજ પણ ફેરફાર ન થયો. પરંતુ પેલો શીખવા આવેલો છોકરો વર ઘોડો જોવા જતો રહ્યો.
પાછા આવીને એણે પૂછયું કે કાકા, તમે વરઘોડો જોયો ? કેટલી સરસ સજાવટ હતી ! લુહારે કહ્યું કે મારું મન તો બાણ ઘડવામાં લાગેલું હતું મેં એને જરાય ભટકવા દીધું નથી.
છોકરાને હવે ખબર પડી કે કોઈ પણ કાર્યમાં પ્રવીણ થવું હોય તેમાં પારંગત બનવું હોય તો એનો એક જ ઉપાય છે-પોતાના કાર્યમાં એકાગ્ર અને તન્મય થઇ જવું.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6