પાંડવો વનમા હતા.એક દિવસ તેમને ખૂબ તરસ લાગી. સહદેવને પાણીની શોધમાં મોકલ્યા. તરત જ તેમણે એક સરોવર શોધી કાઢ્યું, પણ હજી પાણી પીવે ત્યાં જ કોઈ યક્ષનો અવાજ આવ્યો, “મારા પ્રશ્નનો ઉત્તર આપ્યા વિના પાણી પીવાનુ પરિણામ સારું નથી.”
સહદેવ તરસ્યા હતા. અવાજ તરફ ધ્યાન આપ્યા વિના જ પાણી પી લીધુ અને ત્યાં જ બેભાન થઈને ઢળી પડયા. નકુળ, ભીમ અને અર્જુન પણ આવ્યા અને આવી જ રીતે બેભાન થઈને ઢળી પડ્યા, અંતે ધર્મરાજ યુધિષ્ઠિર પહોંચ્યા. યક્ષે તેમને પણ તે જ વાત કહી.
યુષિષ્ઠિરે કહ્યું, “દેવ ! વિચાર્યા વિના કામ કરનાર મારા ભાઈઓની હાલત હું જોઈ રહ્યો છું. આપના પ્રશ્નનો ઉત્તર આપ્યા વિના પાણી નહિ પીઉં પ્રશ્ન પૂછો.”
યક્ષે પૂછયું, “કિમાશ્ચર્યમ્ ?” સંસારમાં સૌથી મોટું આશ્ચર્ય કયું છે ?
યુષિષ્ઠિર ઉત્તર આપ્યો, “દેવ ! એક એક વ્યક્તિ કરીને આખી સસાર મૃત્યુના મુખમાં સમાતો જઈ રહ્યો છે. તો પણ જે જીવે છે તે વિચાર છે કે અમે કયારેય નહિ મરીએ. આનાથી વધારે આશ્ચર્ય બીજું કર્યું હોઈ શકે ? ” યક્ષ ખૂબ પ્રસન્ન થયો અને પાણી પીવાની આજ્ઞા આપી તથા તેમના ચારેય ભાઈઓને પણ જીવતા કર્યા.
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6