આપણે વિવેકશીલ અને વિચારશીલ પ્રજા છીએ. આપણે આંધળી પરંપરાઓને અનુસરનારા લોકો નથી. આપણે દરેક વસ્તુને વિવેકની કસોટીથી પારખીએ છીએ કારણ કે આપણો ઉપાસના મંત્ર છે – ગાયત્રી મંત્ર “ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્ય ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્”
આપણે બુદ્ધિના ઉપાસક છીએ. આપણે વિવેકના ઉપાસક છીએ. આપણે વિચારના ઉપાસક છીએ. આપણે તર્કના ઉપાસક છીએ. આપણે દલીલોના ઉપાસક છીએ. આપણે સત્યના ઉપાસક છીએ. આપણે ‘સત્ય’ સિવાય બીજા કોઈના અનુયાયી નથી. આ સઘળી પ્રેરણા આપણને ગાયત્રી મંત્ર સિવાય ક્યાંથી મળી શકે ? એટલા માટે જ હું દરેક માણસને ગાયત્રી મંત્રની પૂજા કરવાની ફરજ પાડવા માટે કટિબદ્ધ છું. હું દરેકને ગાયત્રી મંત્રનું મહત્ત્વ સ્વીકારવા અને તેનો અંગીકાર કરવાની સલાહ આપીશ.
• પં. શ્રીરામ શર્મા આચાર્ય
યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર ૧૯૯૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6