162
એક વખત એક ગૃહસ્થ પરેશાન થઈને ગુરુદેવની પાસે આવ્યો અને બોલ્યો, “મેં કેટલીય વખત પ્રયત્ન કર્યો, પરંતુ મારી પત્ની માનતી નથી. તે તો પોતાના તરફથી કંઈ કહેતી નથી, પરંતુ જેવું હું ઈચ્છું છું તેવું તેની પાસે મારું કાર્ય કરાવી શકતો નથી. બતાવો. હું શું કરું ?”
ગુરુદેવે કંઈ કહ્યા સિવાય બે ડોલમાં પાણી મંગાવ્યું. એક ડોલમાં એક ટીપું તેલ નાખ્યું અને બીજીમાં એક ખોબો દૂધ રેડ્યું. તેલ પાણીની પર તરવા લાગ્યું, જોકે દૂધ પાણીમાં એકાકાર થઈ ગયું. પોતાની કસોટી સમજાવતાં તેમણે કહ્યું, “તમારે કૌટુંબિક જીવનમાં દૂધની માફક એકાકર થવું જોઈએ, તેલની માફક છવાઈ જવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.”
ગૃહસ્થ જીવનનું રહસ્ય તેની સમજમાં આવી ગયું અને તે ઉત્સાહપૂર્વક હળીમળીને જીવન પસાર કરવા પાછો ઘેર વળી ગયો.
યુગ શક્તિ ગાયત્રી,ઓગસ્ટ ૧૯૯૬