એક સાધુએ સ્વપ્નમાં જોયું કે તે બંને હાથમાં લાંબી લાકડીઓ લઈને મોક્ષમહેલના છેલ્લા માળે ચઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પણ તેનાથી ચઢી શકાતું નથી. શું કરવું તે સમજાતું તથી. પાસે ઊભેલા એક વડીલ એ જોઈને હસી પડ્યા અને સાધુને પૂછ્યું કે તે શું કરી રહ્યો છે ?
સાધુએ કહ્યું, “મારી પાસે સમ્યક્ જ્ઞાન દર્શનની બે લાકડીઓ છે, તેના આધારે હું મોક્ષ મહેલના છેલ્લા માળે ચઢવા મથું છું. પણ નિષ્ફળ જાઉં છું. કૃપા કરી મારું માર્ગદર્શત કરો.
વડીલે કહ્યું, “સ્વામીજી, જો તમે સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ દર્શનરૂપી બે લાંબી લાકડીઓ વચ્ચે સમ્યક્ ચરિત્રના આડા પગથિયાં લગાડશો નહીં તો તમે શેની ઉપર પગ ટેકવીને ઉપર ચઢશો ?
ટકી રહેવા માટે કશો આધાર તો જોઈશે ને ? ચરિત્ર વગરનું જ્ઞાન, કર્મ, દર્શન, ભક્તિ, સાધના કે ઉપાસના બધું અધૂરું છે અને મોક્ષ તો બિલકુલ અશક્ય છે.
યુગ શક્તિ ગાયત્રી, મે ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6