દક્ષિણ ભારતમાં બલ્લારી નામનું એક નાનકડું રાજ્ય હતું. એક વાર મહારાજ શિવાજીની સેનાએ તેના પર આક્રમણ કર્યુ. બલ્લારીના સૈનિકો પૂર્ણ શક્તિથી લડ્યા, પણ ઓછી સંખ્યા હોવાના કારણે તેમનો પરાજય થયો. બાકીના સૈનિકોને બંદી બનાવી દેવામાં આવ્યા. તેમાં ત્યાંની રાણી મલબાઈ પણ હતી. શિવાજીએ તેને સન્માનપૂર્વક લાવવાની આજ્ઞા આપી. પણ મલબાઈને બંદિની દશામાં આ સન્માન ખરાબ લાગ્યું અને એણે શિવાજીને કહ્યું, “હું તો આ સન્માનના વ્યવહારને અપમાન જેવો સમજું છું. આપ મને એક હારેલા શત્રુના નાતે મૃત્યુદંડ આપો.”
શિવાજી મહારાજે સિંહાસન પરથી ઊતરીને પોતે તેમનું અભિવાદન કર્યું અને કહ્યું, “આપ જેવી વીર રમણીઓનું હું અપમાન ન કરી શકું. મારી માતા જીજાબાઈનું તાજેતરમાં જ અવસાન થયું છે. હું એમની જ વીર પ્રકૃતિનાં દર્શન આપમાં કરી રહ્યો છું અને હવેથી હું હંમેશાં આપને માતા સમાન માનીશ.”
સ્નેહવશ મલબાઈનાં નેત્ર ભરાઈ આવ્યાં, તેમણે કહ્યું, “તમે વાસ્તવમાં છત્રપતિ છો, તમારાથી અવશ્ય ધર્મ અને દેશનું રક્ષણ થશે.”
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6