મિત્રો ! આજે પ્રત્યેક માણસ જે કામ કરે છે, તે કાલનો વિચાર કરીને જ તો કરે છે. આજે આપ જે કામ કરી રહ્યા છો, કાલના ખ્યાલથી કરી રહ્યા છો. કાલે શું કરવું પડશે ? આજે આપે જે નોકરી કે ખેતીવાડી કરી છે તેનો મતલબ એ જ તો છે કે આપને કાલના ગુજરાન માટે બરાબર મળશે.
મકાન આપ શા માટે બનાવો છો ? આજે તો આપ ધર્મશાળામાં પણ રહી શકતા હતા. હૉટલમાં પણ રહી શકતા હતા, પરંતુ એ જ તો વિચાર કરો છો કે કાલે અમે રહીશું તો ક્યાં રહીશું ? ઘરડા થઈશું તો ક્યાં રહીશું ? અમારું કુટુંબ ક્યાં રહેશે ?
એટલા માટે વિચાર કરો છો – કાલની સંભાવનાઓ માટે, આજની વ્યવસ્થા બનાવવાનું પ્રત્યેક સમજદાર માણસનું કામ છે. આપ એક લાંબી જિંદગી જીવી રહ્યા છો. જો આપ લાંબીવાળી જિંદગી જીવી રહ્યા છો તો આપે એ વિચાર કરવો પડશે કે આપની આવતીકાલ કેવી રીતે શાનદાર થાય. આવતી કાલ શાનદાર થવા માટે આજે આપે શું કરવું પડશે ?
એક જ વાત કરવી પડશે કે આપ આપના પ્રત્યેક ક્રિયા-કલાપમાં એ વાતનો સમાવેશ કરો કે આપણી આવતીકાલ ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ રહે.
- પં. શ્રીરામ શર્મા આચાર્ય
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6