Home year2006 જીવન યાત્રાનો નાવિક

જીવન યાત્રાનો નાવિક

by Akhand Jyoti Magazine

Loading

એક યાત્રી દૂર દેશની યાત્રાએ નીકળ્યો હતો. તે હજી એક યોજન ચાલ્યો હતો કે એક નદી આવી. કિનારે નાવ લાંગરેલી હતી. તેણે કહ્યું કે આ નદી મારું શું કરશે ? સઢનું કપડું તેણે બાધ્યું નહિ, હલેસા ખોલ્યા નહિ, જાણે કેટલીય ઉતાવળ હતી ? માછીને તેણે બોલાવ્યો નહિ. વાદળ ગરજી રહ્યાં હતાં, મોજાં તોફાની બની રહ્યાં હતાં, તો પણ તે માન્યો નહિ. નાવનું લંગર ખોલી નાખ્યું અને પોત તેમાં સવાર થઈ ગયો.

કિનારો તો જેમતેમ કરીને છોડયો, પણ નાવ જેવી મઝધારમાં આવી કે વમળો અને તોફાની મોજાએ તેને ઘેરી લીધી. નાવ એક વાર ઉપર સુધી ઊછળી અને બીજી જ ક્ષણે યાત્રીને લઈને જળમાં સમાઈ ગઈ.

એક બીજો યાત્રી આવ્યો. કિનારે નાવ તૂટીફૂટી હતી, હલેસાં નબળાં હતાં, સઢનું કપડું ફાટેલું હતું, તેમ છતાં તેણે યુક્તિથી કામ લીધું. નાવિકને બોલાવીને કહ્યું, “મને પેલે પાર પહોંચાડી દો. “નાવિક યાત્રીને લઈને ચાલી નીકળ્યો. મોજાં એ સંઘર્ષ કર્યો, તોફાન ટકરાયાં, હવાએ પૂરી તાકાતથી નાવને ભટકાડવાનો પ્રયત્ન કર્યા, પણ નાવિક એ બધી મુશ્કેલીઓથી પરિચિત હતો. એકએકને સંભાળતો તે યાત્રીને સકુશળ સામા કાંઠા સુધી લઈ ગયો.

મનુષ્ય જીવન પણ એક યાત્રા છે, જેમાં ડગલે ને પગલે કઠણાઈઓના મહાસાગર પાર કરવા પડે છે. જે નાવ છોડતા પહેલા ભગવાનને પોતાનો નાવિક નિયુક્ત કરે છે, તેની યાત્રાને ભગવાન સરળ બનાવી દે છે. કારણ કે જીવનપથની તમામ કઠણાઈઓના જાણકાર અને મનુષ્યના સાચા સહચર એ જ છે. પોતાના અહંકાર અને અજ્ઞાનમાં ડૂબેલા મનુષ્યની સ્થિતિ તો એ – પહેલા યાત્રી જેવી છે, જે નાવ ચલાવવાનું ન જાણવા છતાંય તેને તોફાનોમાં છોડી દે છે અને વચમાં જ નષ્ટ થઈ જાય છે.

યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૦૬

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like