એક ગામમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક દિવસ પંડિતજીની કથા સાંભળવા એક ડાકુ પણ આવ્યો.
પંડિતજી સમજાવી રહ્યા હતા- ક્ષમા અને અહિંસા મનુષ્યનાં ભૂષણો છે, તેનો ત્યાગ ન કરવો જોઈએ.
કથા પૂરી થઈ. પંડિતજી દક્ષિણા વગેરે લઈને તેમના ગામ તરફ ચાલી નીકળ્યા. માર્ગમાં જંગલ આવતું હતું. ત્યાં ડાકુ આવી ચડયો અને પંડિતજીને બધું ધન આપી દેવા માટે કહ્યું, પંડિતજી નીડર હતા, પાસે લાઠી હતી, તેથી પ્રહાર કરવા માટે ડાકુની તરફ દોડયા. ડાકુ ગભરાઈ ગયો અને તેણે વિનયપૂર્વક કહ્યું. મહારાજ, આપ તો કહી રહ્યા હતા કે ક્ષમા અને અહિંસા મનુષ્યનાં ભૂષણ છે તેમનો ત્યાગ કરવો ન જેઈએ.
પંડિતજીએ કહ્યું, તે તો સજ્જનો માટે કહ્યું હતું, તારા જેવા દુષ્ટો માટે તો આ લાઠી જ યોગ્ય છે. પંડિતજીનું રૌદ્ર રૂપ જોઈને ડાકુ ત્યાંથી ભાગી છૂટયો.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6