રાજા જનકે એક વિશાળ સંમેલનનું આયોજન કર્યું હતું અને તેમાં પ્રખ્યાત વિદ્વાનો ભાગ લઈ રહ્યા હતા.
સંમેલનમાં એક એવો વ્યક્તિ પણ આવ્યો હતો કે જેનું શરીર ૮ જગ્યાએથી વળેલું હતું અને સમગ્ર શરીર પર ખૂંધો નીકળેલી હતી. આ અષ્ટાવક્રને મહારાજે સન્માનપૂર્વક આસન પર બેસાડયા. બધા વિદ્વાનો તેમના બેડોળ શરીરને જોઈને હસી પડયા. આથી અષ્ટાવક્રએ કહ્યું, “મહારાજ, હું જાઉં છું.” મહારાજે જવાનું કારણ પૂછતાં તેમણે કહ્યું, “હું તો સમજતો હતો કે અહીં હાજર બધા વિદ્વાનો છે પણ અહીં તો બધા ચમાર એકત્ર થયા છે.”
રાજાએ પૂછયું, “કેવી રીતે ?” અષ્ટાવક્રએ કહ્યું, “જે લોકો હાડકાં અને ચામડીની પરખ કરતા હોય તેઓ બીજું શું હોઈ શકે છે ? જો એ લોકો વિદ્વાન હોત તો મારી અંદરના જ્ઞાનસરોવરમાં ડોકિયું કરવાનો પ્રયાસ કરત.”
રાજાએ અષ્ટાવક્રને પોતાની રાજસભામાં રાખ્યા અને બાકીના બધા વિદ્વાનોને ભગાડી દીધા.
યુગ શક્તિ ગાયત્રી, મે ૧૯૯૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6