67
આદિ શંકરાચાર્યનું નામ જ્ઞાનની સાક્ષાત્ મૂર્તિના રૂપમાં લેવામાં આવે છે. એકવાર એક જિજ્ઞાસુ માણસ તેમને મળવા માટે ગયો.
તેણે શંકરાચાર્યજીને પૂછ્યું કે દરિદ્ર કોણ છે?
શંકરાચાર્યજીએ જવાબ આપ્યો કે જેની તૃષ્ણાઓ અપાર છે તે દરિદ્ર છે.
તે જિજ્ઞાસુએ ફરી પૂછ્યું કે તો પછી ધનવાન કોણ છે ?
જવાબમાં શંકરાચાર્યજીએ કહ્યું કે જે સંતોષી છે એ જ સાચો ધનવાન છે. સંતોષ દુનિયાનું સૌથી મોટું ધન છે.
જિજ્ઞાસુએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે કયો માણસ જીવતો હોવા છતાં મૃતક સમાન છે ?
તેમણે જવાબ આપ્યો કે જે વ્યક્તિ આળસુ, ઉદ્યમહીન અને નિરાશ છે તેનું જીવન મરેલા સમાન જ ગણી શકાય.
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૨૦૨૨
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6