કેટલાક છોકરાઓ આવે છે અને કહે છે કે અમે તો ફલાણા બાબા પાસે ગયા હતા. અમે તેમનો અદ્ભુત ચમત્કાર જોયો. શો ચમત્કાર જોયો ? તેમણે વાળમાંથી રેતી કાઢી. સારું, બીજું શું કર્યું ? તેમણે હાથની મુઠ્ઠીમાંથી લવિંગ કાઢ્યું. અરે ! આ તો બહુ મોટો ચમત્કાર કરી બતાવ્યો. તેઓ પાણી પર ચાલતા હતા અને બીજું શું કર્યું ? તેઓ પલાંઠીવાળીને બેઠા અને પછી હવામાં અધ્ધર થઈ ગયા. અચ્છા ! તેમની પાસે આવી બધી સિદ્ધિઓ અને ચમત્કાર છે ?
બેટા ! આવા ચમત્કારોને તો ધિક્કાર છે, શું આને તો કાંઈ ચમત્કાર કહેવાય ? આ તો બધો હાથનો ખેલ છે. ભલે કોઈ વાળમાંથી રેતી કાઢે કે હાથમાંથી લવિંગ કે પછી કંકુ કાઢે. તે કંકુ કાઢવાથી શો લાભ થયો ? આને સિદ્ધિ કઈ રીતે કહેવાય ? શું એનાથી કોઈ માણસના જીવનમાં પરિવર્તન આવ્યું ? એવી સાધના કે તપ કરવાથી શો લાભ ?
તપ એને કહેવાય, જે વ્યક્તિને મહાન બનાવે. અંગુલિમાલ ભગવાન બુદ્ધને ભેટી ગયો. તે તેમને લૂંટવા ઇચ્છતો હતો, પરંતુ ભગવાન બુદ્ધ જરાય ડર્યા નહિ. એમણે તેને કહ્યું કે તું જે રસ્તે ચાલી રહ્યો છે તે ખોટો અને ધિક્કારવા યોગ્ય છે. હું તને જે માર્ગ બતાવીશ તે સાચો છે. અંગુલિમાલ સમજી ગયો. તેણે બુદ્ધની સલાહનું પાલન કર્યું. એનાથી તે સંત બની ગયો. માણસ જો સાચી વાતનો સ્વીકાર કરે અને એ માર્ગે ચાલે તો અવશ્ય તે ઊંચે ઊઠી શકે છે. જે શ્રેષ્ઠ માર્ગે ચાલવા તૈયાર ન થાય તે કશું જ કરી શકતો નથી અને જીવનમાં આગળ વધી શકતો નથી.
- પં. શ્રીરામ શર્મા આચાર્ય
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૨૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6