એક નદીમાં એક કામળો વહી જતો હતો કે જોઈને એક લોભી તેને કાઢવા માટે કૂદી પડ્યો. તેને પોતાની તરણકળા ઉપર ભરોસો હતો કે તે થોડી વારમાં જ કામળો લઈ આવશે. પરંતુ તે કામળાની સાથે તણાવા લાગ્યો અને ડૂબવા માંડ્યો. કિનારે ઊભેલી તેની પત્ની ચીસો પાડવા માંડી “જલદીથી પાછા વળો, કામળો ના લેવાય તો એને છોડીને કાંઠે આવતા રહો.”
પતિએ સામી રાડ પાડી, “હું તો ક્યારનો પાછો આવવા મથું છું પણ આ કામળાની લપેટમાંથી છૂટાતું નથી. હકીકતમાં તે કામળો નહોતો, રીંછ હતું. તેની પક્કડમાંથી છૂટવું સહેલું થોડું છે ? માણસ વાસના અને તૃષ્ણાને પકડવા માટે આવી જ મથામણ કરે છે અને ના પકડાય ત્યારે તેને છોડવાના પ્રયત્નો પણ કરે છે, પરંતુ ઉપરના ઉદાહરણ પ્રમાણે તેમાંથી છૂટવાનું મુશ્કેલ થઈ પડે છે.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6