Home year1991 દાનતની અસર

Loading

એક રાજા જંગલમાં ભૂલો પડયો. તરસનો માર્યો તે આસપાસ નજર દોડાવવા લાગ્યો. એણે દૂર એક ઝૂંપડી જોઈ. તે ત્યાં ગયો.

ત્યાં એક ધરડો માણસ બેઠો હતો. પાસે શેરડીનું ખેતર હતું. રાજાએ પાણી માગ્યું. ખેતરના માલિકે શેરડીના રસનો એક કટોરો ભરી આપ્યો. રસ પીધો અને એનું મન પ્રસન્ન થઇ ગયું.

એણે પેલા વૃદ્ધને પૂછ્યું- “શું શેરડી પર કર લાગે છે” વૃદ્ધે જવાબ આપ્યો, “ના”. અમારો રાજા દયાળુ છે. રાજાએ વિચાર કર્યો કે આવી મીઠી ચીજ પર કર લાગવો જ જોઈએ. મનમાં સંકલ્પ-વિકલ્પ ઊઠવા લાગ્યા. છેવટે કર લગાડવાનો રાજાએ નિશ્ચય કરી લીધો.

રાજાએ જતાં જતાં પેલા વૃદ્ધને કહ્યું. “બીજો એક પ્યાલો રસ પીવડાવો.” વૃદ્ધે ફરીથી શેરડીના ચાર-પાંચ સાંઠા કાપીને રસ કાઢયો, પણ આ વખતે પ્યાલો ભરાયો નહિ, રાજા આશ્ચર્ય પામ્યો. એણે પૂછ્યું, “આ શું ? આ વખતે પ્યાલો કેમ ન ભરાયો. વૃદ્ધ દૂરંદેશી હતો. એણે કહ્યું, “લાગે છે કે મારા રાજાની દાનત બગડી ગઈ, નહિ તો આવું ન થાત.” રાજા મનમાં ને મનમાં પસ્તાયો.

રાજાની દાનતની આટલી અસર થાય છે, તો શું ધર્માચાર્યો, રાજનેતાઓ અને અધિકારીઓના આચરણનો પ્રભાવ સમાજ પર ન પડે.

યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૯૧

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like