અજ્ઞાનનું નિવારણ કરવુ તો સૌથી મોટું પુણ્ય અને પરમાર્થનુ કાર્ય છે. તે સ્વાધ્યાય કરીને જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ શક્ય બને છે.
ઉત્તરાખંડના એક પ્રાચીન નગરમાં સુબોધ નામનો રાજા રાજ્ય કરતો હતો. મહારાજનો નિયમ હતો કે રાજ્કીય કાર્યો શરૂ કરતાં પહેલાં આવેલા યાચકોને દાન આપતા હતા. આ નિયમમાં એમણે કદી ભૂલ નહોતી કરી.
એક દિવસ જ્યારે બધાને દાન આપી દેવામાં આવ્યું ત્યાર પછી એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ, એક એવો માણસ આવ્યો કે જેણે દાન માગવા માટે હાથ તો લાંબા કર્યાં પણ મુખથી કશું બોલતો ન હતો. બધા હેરાન થઇ ગયા. એને શું આપવું ? એ માટે બુદ્ધિશાળી માણસોની એક સલાહકાર સમિતિ બોલાવવામાં આવી. કોઈકે કહ્યું કે એને વસ્ત્ર આપવું જોઈએ. તો કોઈ એ અનાજ આપવાની ભલામણ કરી. કોઇ સુવર્ણ આપવાનું કહેતું તો કોઈ ઘરેણાં. સમસ્યાનો યોગ્ય ઉકેલ ન મળ્યો.
રાજા સુબોધની પુત્રી ઉપવર્ગા પણ ત્યાં હાજર હતી તેણે કહ્યું “રાજન, જે માણસ બોલી શકતો નથી કે કશું વ્યકત કરી શકતો નથી એના માટે દ્રવ્ય આભૂષણ વગેરે વ્યર્થ છે એવા લોકો માટે સર્વશ્રેષ્ઠ દાન તો જ્ઞાન દાન જછે. જ્ઞાનથી મનુષ્ય પોતાની જાતે જ પોતાની ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પૂરી શકી શકે છે અને બીજાઓને મદદ પણ કરી શકે છે એથી આ માણસને જ્ઞાનરૂપી દાન જ આપો.”
ઉપવર્ગાની વાત બધાને ગમી ગઈ. પેલા માણસ માટે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી. રાજાને તે દિવસે પોતાના દાનની સાર્થકતા સમજાઈ, એ જ માણસ પછીથી એ નગરીનો વિદ્વાન મંત્રી બન્યો.
યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6