રાજગૃહના માર્ગે જઈ રહેલા ગૌતમ બુદ્ધે જોયું, એક ગૃહસ્થ ભીનાં કપડાં પહેરીને બધી દિશાઓને નમસ્કાર કરી રહ્યો હતો.
બુદ્ધે પૂછ્યું, “મહાશય ! આ છ દિશાઓની પૂજાનો શું અર્થ છે ? આ પૂજા શું કામ કરવી જોઈએ ?’’
ગૃહસ્થ બોલ્યો, “એ તો હું નથી જાણતો.”બુદ્ધે કહ્યું, “જાણ્યા વિના પૂજા કરવાથી શું લાભ મળે ?”
ગૃહસ્થે કહ્યું, “ભન્તે ! આપ જ કૃપા કરીને બતાવો કે દિશાઓની પૂજા શું કામ કરવી જોઈએ ?”
તથાગત બોલ્યા, “પૂજા કરવાની દિશાઓ જુદી છે. માતા-પિતા અને ગૃહપતિ પૂર્વદિશા છે, આચાર્ય દક્ષિણ, સ્ત્રી-પુત્ર પશ્ચિમ અને મિત્ર વગેરે ઉત્તર દિશા છે. સેવક નીચેની તથા શ્રવણ, બ્રાહ્મણ ઊંચી દિશા છે. તેની પૂજાથી લાભ થાય છે.” ગૃહસ્થ બોલ્યો, “બીજું બધું તો ઠીક છે, ભંતે ! પરંતુ સેવકોની પૂજા શા માટે ? તે તો પોતે જ મારી પૂજા કરે છે.”
બુદ્ધે સમજાવ્યું, “પૂજાનો અર્થ હાથ જોડવા, માથું નમાવવું એવો નથી. સેવકોની સેવાના બદલામાં હું તેમના પ્રત્યે સ્નેહ-વાત્સલ્ય રાખવાં એ જ એમની પૂજા છે.” ગૃહસ્થે કહ્યું, “આજે આપે મને સાચું દિશા જ્ઞાન કરાવ્યું.”
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6