એક જંગલમાં સુમસામ જગ્યાએ એક ખાલી મકાન હતું. વરસાદનાં સમયે તેમાં ત્રણ વ્યક્તિ થોડાંક સમય માટે રોકાયા. ત્રણેના મનમાં અલગ-અલગ વિચારો આવ્યા અને ત્રણેયે પોત પોતાના કાર્યને અનુરૂપ તે સ્થાન પસંદ કર્યું.
ત્રણેમાં એક ચોર હતો, બીજો સાધક અને ત્રીજો જુગારી. ચોરે વિચાર્યું અહીંયા એકાંતમાં ચોરીનું ધન એકંઠું કરતો રહીશ. છૂપવા માટે આ યોગ્ય સ્થાન છે. સાધકે વિચાર્યું સાંસારિકતાથી દૂર એકાંતમાં સાધના માટે આ બહુ યોગ્ય સ્થાન છે. જુગારીએ વિચાર્યું કે જુગાર રમવા માટે આ અડ્ડો સારો રહેશે.
ઈશ્વરે બધાને માનવ જીવન આપ્યું છે. કોઈ તેને સુખ-સુવિધાઓના અંબાર ભેગા કરવામાં, તો કોઈ બીજાને સતાવી ધન હડપવામાં, તો કોઈ નિષ્કામ ભાવથી માનવ સેવામાં લાગી જાય છે. ઈશ્વરે બુધ્ધિ બધાને આપી છે. પ્રશ્ન એ ઉઠે છે કે કોણ કેવી રીતે તેનો ઉપયોગ કરે છે.
પરમ પૂજ્ય ગુરુદેવે આ દુનિયાને ઈશ્વરનો બગીચો અને આપણને માળી બતાવ્યા છે. આ બગીચાને સુંદર, સુરમ્ય બનાવવો આપણું કર્તવ્ય છે. ધર્મ પરાયણ હોવાનો અર્થ દુનિયાની સારી વાતો અપનાવવી અને બીજાને પણ સારા માર્ગે ચાલતા રહેવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવાનો છે.
યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૦
Follow this link to join our WhatsApp grouphttps://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6