દૈવી જ્ઞાન થયા વિના મનુષ્યને પોતાના મૂલ્યની ખબર પડતી નથી અને તેથી જ પોતાના વિષયમાં એ બીજાઓથી વધુ જાણે છે, જ્યારે પોતાના સંબંધમાં એ પોતાના આત્મા દ્વારા વિશ્વસનીય તથા દૃઢતાપૂર્વક માહિતી પ્રાપ્ત કરી શકે છે. અંતર્દષ્ટિ રાખવાથી વ્યકિતને વધુ મહત્ત્વપૂર્ણ વસ્તુઓ પોતાની અંદર જ મળી જાય છે.
સંસારના બધા ઉપદેશકોનાં પ્રવચનો ભલે સાંભળે, ભલે ઈશ્વર પોતે તમને ધર્મજ્ઞાન સંભળાવે, પરંતુ જ્યાં સુધી તમે પોતાને સન્માર્ગ પર ચાલવાની સ્વયં પ્રેરણા ન આપો ત્યાં સુધી એનાથી કશો જ લાભ નહિ થાય. દૃષ્ટિને અનુરૂપ સૃષ્ટિ બને છે. પોતાની દૃષ્ટિ બદલો, જેથી નવી સૃષ્ટિનું દર્શન અને સંપર્ક મેળવી શકો. જ્યાં સુધી પોતાને વિકસિત કરવા અને સુધારવા તમે પોતે તૈયાર થતા નથી, ત્યાં સુધી કોઈ બીજો તમને વિકસિત કે સુધારી શકશે નહિ.
- શ્રીરામ શર્મા આચાર્ય
યુગ શક્તિ ગાયત્રી, મે ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6