એક વાર રાજકુમારી વિશાખા પોતાની સેવિકા સુપ્રિયા સાથે શ્રાવસ્તીના વિહારમાં ભગવાન બુદ્ધનાં દર્શન માટે પહોંચી.
રાજકુમારીએ અત્યંત મૂલ્યવાન હીરા-ઝવેરાતથી જડિત એક સુવર્ણ આભૂષણ ગળામાં ધારણ કર્યું હતું. બુદ્ધ સામે પહોંચતાં પહેલાં તેણે પોતાના ગળામાંથી આભૂષણ કાઢ્યું અને સેવિકાને આપતાં બોલી – આને ક્યાંક રાખી દે. ભગવાનનાં દર્શન પછી ફરીથી ધારણ કરીશ. ભગવાન સમક્ષ વૈભવનું પ્રદર્શન ઉચિત નથી.
સુપ્રિયાએ આભૂષણ પાસેની ઝાડીમાં મૂકી દીધું. ઉપદેશ સાંભળતાં સાંભળતાં બંને તન્મય થઈ ઊઠ્યાં. તેમને ધ્યાન જ ન રહ્યું કે આભૂષણ ઝાડીમાંથી પાછું લેવાનું છે અને તેઓ બંને તે લીધા વિના જ રાજમહેલ પાછાં ફર્યા.
સાંજે ભ્રમણ દરમિયાન બુદ્ધના શિષ્ય આનંદ એ હારને ઝાડીમાં પડેલો જોયો તો તેણે એક ભિક્ષુને રાજમહેલ મોકલ્યો. તેણે વિશાખાને કહ્યું કે તેઓ વિહારમાંથી પોતાનો હાર મંગાવી લે. આ સાંભળીને વિશાખાએ તેમને કહ્યું – એ આભૂષણ ભગવાન બુદ્ધનું સાંનિધ્ય મેળવીને પાવન થઈ ઊઠ્યું છે. હવે તેનો ઉપયોગ આ નશ્વર શરીર માટે કરી શકાય નહિ. તેને વેચીને મળનારા ધનનો સદુપયોગ જનહિતનાં કાર્યોમાં કરવામાં આવે. આનંદ વિશાખાના દૃષ્ટિકોણમાં આવેલાં પરિવર્તનને જોઈને ગદગદ થઈ ઊઠ્યો.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6