એક ધનવાને ક્યાંક સાભળ્યું કે કીડીને લોટ ખવડાવવાથી બધા પાપ કપાઈ જાય છે. આટલો સસ્તો નુસખો મેળવીને તે પ્રસન્ન થયો અને એક છટાંક લોટ તે રોજ સવારે મંદિરની આસપાસ કીડીના દરમાં વેરવા લાગ્યો.
મહિનામાં તો કીડીઓના હજારો નવા દર તૈયાર થઈ ગયાં અને આ સુવિધાનો લાભ લેવા કરોડો કીડીઓ તે વિસ્તારમાં આવી ગઈ. તેની સંખ્યા એટલી વધી ગઈ કે મંદિરની નજીક રહેનારના નાકે દમ આવી ગયો અને તેઓ તે જગ્યા છોડીને બીજે ભાગવા લાગ્યા.
મંદિરના આંગણે એક દિવસ એક સતનું પ્રવચન થયું, તેણે કહ્યું, “જોશની સાથે હોશ પણ રાખવા જોઈએ. ભાવુકતાની સાથે વિવેકનું પણ ધ્યાન રાખવું જોઈએ અને ધર્મકૃત્ય કરવાની સાથે એ પણ વિચારવું જોઈએ કે તેનાથી ધર્મના મૂળ તો કપાઈ નથી રહ્યાં ને, કીડીઓને બોલાવીને આપણે તો માણસોને ભગાડવામાં લાગ્યા છીએ. ‘
ધનવાને એ પ્રવચન પર ઊંડા વિચાર કર્યો અને પોતાના વિવેકથી કામ લીધું. સાથેસાથે પોતાની ભૂલ પણ સ્વીકારી.
યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6