88
આચાર્ય ગુરુકુળમાં શિષ્યોને ભણાવી રહ્યા હતા. એક શિષ્યએ પ્રશ્ન કર્યો, “ગુરુજી ! ધન, કુટુંબ અને ધર્મમાં કોણ સાચો સહાયક હોય છે ?”
આચાર્યએ કહ્યું, “વત્સ ! ધન એ છે જેને મનુષ્ય જીવનભર પ્રિય સમજે છે પરંતુ તેના મૃત્યુ પછી ધન તેની સાથે એક પગલું પણ યાત્રા કરી શકતું નથી.
કુટુંબ યથાસંભવ સહાયતા તો કરે છે પરંતુ તેનો સહયોગ પણ શરીર રહેવા સુધી જ છે.
માત્ર ધર્મ એવો છે જે લોક અને પરલોક, બંનેમાં મનુષ્યને સાથ આપે છે અને તેને દુર્ગતિથી બચાવે છે. જોકે મનુષ્ય જીવતેજીવ તેની ઉપેક્ષા કરે છે ત્યારે પણ આ જ ધર્મ મનુષ્યને ચિરસ્થાયી સુખ – શાંતિ પ્રદાન કરે છે.’’
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૧૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6