62
ભિક્ષુ વિનાયકને વાચાળતાની લત પડી ગઈ હતી. એ બૂમો પાડીને લોકોને ભેગા કરતો અને ધર્મની લાંબીલચક વાતો કરતો.
તથાગતને ખબર પડી તો એમણે સ્નેહભર્યા શબ્દોમાં પૂછ્યું – ભિક્ષુ! જો કોઈ ભરવાડ સડક પરથી પસાર થતી ગાયો ગણતો રહે તો શું તે એમનો માલિક બની જશે ? વિનાયકે કહ્યું, “નહીં ભંતે! આવું કઈ રીતે થઈ શકે? એણે ગાયોની સેવા કરવી પડશે.”
તથાગત ગંભીર થઈ ગયા અને કહ્યું, “તાત્! ધર્મને વાણીથી નહીં, જીવનથી વ્યક્ત કરો. સત્કર્મનો પાઠ નહીં પણ તેને કર્તવ્યમાં ઉતારવમાં આવે. ત્યારે જ જીવનમાં સમગ્રતા આવે છે.
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૦૦
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6