મગધ સમ્રાટ અજાત શત્રુની ગીધ જેવી નજર લિચ્છવી ગણરાજ્ય ઉપર મંડાઇ હતી. વિજજયોની વૈશાલી નગરી અજાતશત્રુના વિજય રથ માટે દુર્ગમ પહાડ જેવી હતી તથા તે ગૌરવથી પોતાનું મસ્તક ઉન્નત રાખી રહી હતી.
ભગવાન બુદ્ધ છેલ્લી વાર રાજગૃહની બહાર દુધ્રકૂટમાં પધાર્યા ત્યારે અજાતશત્રુએ મગધના મહાઅમાત્ય વસસ્કારને એમની સેવામાં મોકલીને નિવેદન કર્યું – “ભગવન્ અમે વૈશાલીને હરાવવા માગીએ છીએ કોઈક ઉપાય બતાવો.”
આ સાંભળી ભગવાને પાસે બેઠેલા આનંદને પૂછ્યું – “ભન્તે, શું વજિજયોનાં સંસદ અધિવેશનો વારંવાર થાય છે?” “હા ભગવન્” “આનંદ, શું વિજ્યો સંઘ બદ્ધ થઈને ઉધમ કરે છે ? રાષ્ટ્રીય ફરજો અદા કરે છે ? સભા દ્રારા નિયમપૂર્વક સ્વીકારાયા વગરનો કોઈ આદેશ તો આપતા નથી ને ? આચાર સંહિતાનું ઉલ્લંધન તો કરતા નથી ને ? વજિજધમ્મના (સષ્ટ્રીય વિધાન તથા સંસ્થાનો) નિર્દેશ પ્રમાણે જ ચાલે છે ને ? વૃદ્ધજનોનો આદર કરે છે ? એમની આજ્ઞાઓનું પાલન કરે છે? પોતાની કુળવધૂઓ તથા કુમારિકાઓનું સન્માન કરે છે ? ચૈત્યોનું સન્માન કરે છે ? અરિહંતોની સેવા અને રક્ષણ કરે છે ?”
‘હા ભગવાન, લિચ્છવીઓ આ બધા ધર્મોનું તત્પરતાપૂર્વક પાલન કરે છે. “આનંદે ઉત્તર આપ્યો.”
“ભગવાનની મુખમુદ્રા ગભીર બની ગઇ. એમણે અમાત્ય વસસ્કાર તરફ જોઇને પોતાના શિષ્યને કહ્યું – “તો આનંદ આ બધા ધર્મો ગણતંત્રનાં પ્રાણતત્ત્વો છે. જ્યાં સુધી લિચ્છવીઓ તેનું પાલન કરશે ત્યાં સુધી તેઓ અપરાજ્ય રહેશે. આવું જ સ્વરૂપ એક આદર્શ સંસ્થા સમાજ તથા સંસ્કૃતિનું હોવું જોઇએ. તમે પણ આ આદર્શ સંસ્કૃતિનું અંગ બનીને રહો બીજાને હરાવવાનું ન વિચારો. ”
યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6