એક સાધુ તેમના શિષ્યો સાથે એક મેળામાં જઈ રહ્યા હતા. એક સ્થળે બેસેલા કેટલાક સાધુઓ માળા ફેરવી રહ્યા હતા, પરંતુ તેઓ વારંવાર સામે બિછાવેલી સાદર પર જોઈ લેતા કે લોકોએ કેટલા પૈસા દાનમાં આપ્યા છે, એમને જોઈ સાધુ હસી પડયા. આગળ એક તપસ્વી શીર્ષાસન લગાવી ઊભા હતા, એમને જોઈ સાધુ હસ્યા અને આગળ એક પંડિતજી ભાગવત સંભળાવી રહ્યા હતા, એમની સામે ચેલાઓની જમાત બેઠી હતી. એમને જોઈને સાધુ ફરીવાર ખડખડાટ હસી પડ્યા. એથી આગળ એક કેમ્પમાં એક ડોક્ટર એક રોગીની સેવામાં લાગ્યા હતા. આ જોઈ સાધુની આંખમાં આંસુ આવી ગયાં.
આશ્રમ પાછા વળતાં એક શિષ્યે પહેલાં ત્રણ સ્થાનો પર હસવાનું અને ચોથા પર રડવાનું કારણ પૂછ્યું, તો એમણે જવાબ આપ્યો – ‘બેટા આજે માળા, આસન, પ્રાણાયામ અને કથા-ભાગવતને જ ધર્મ સમજી ઘણાખરા લોકો ઢોંગ કરી રહ્યા છે. આ જોઈને હસવું આવ્યું, જયારે ભગવાનનું કામ કરનાર એક જ ડોક્ટર જોવા મળ્યો, એ જોઈ દુઃખ થયું કે લોકો ધર્મના વાસ્તવિક અર્થને જાણે ક્યારે સમજશે ? સાચો ધર્મ સંસારની સેવા અને એને સુધારવું તે છે, જપ-તપ નહીં.”
ધર્મ પ્રદર્શનની નહીં સાધનાની કળા છે.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6