સૃષ્ટિનાં સમસ્ત પ્રાણીઓ બ્રહ્માજી પાસે ગયાં અને એમનામાંથી કોણ શ્રેષ્ઠ છે, એ પૂછવા લાગ્યાં.
બ્રહ્માજીએ એના માટે દોડવાની હરિફાઈ યોજી અને કહ્યું કે જે એક માઈલની દોડમાં સૌથી આગળ રહીને એક નકકી કરેલા પથ્થર પર જઈને બેસી જશે, તેને શ્રેષ્ઠ માનવામાં આવશે.
નાના-મોટાં કેટલાય જાનવરો હતાં. એમાં એક ધૂર્ત હતો કાચંડો. હરિફાઈમાં તે પણ હતો. પરંતુ દોડીને આગળ આવવાની એમા હિંમત નહોતી એટલે એણે ધૂર્તતાથી કામ લીધુ.
મોટા વાંદરાનો પહેલો નબર આવવાની શકયતા જોઇને કાચંડો એની પૂંછડીએ એવી રીતે ચોંટી ગયો કે સ્વયં વાદરાને પણ
એની ખબર પડી નહીં.
પથ્થર પાસે પહોંચતા જ કાચંડો પૂંછડુ છોડીને ઊછળ્યો અને સૌથી પહેલાં પથ્થર પર બેસી ગયો. વાંદરો બેસવા ગયો ત્યારે આંખો લાલ કરીને કાચંડો બોલ્યો – જોતો નથી. હું પહેલેથી અહીં બેઠો છું ?
કાચંડો જીતી ગયો. પરંતુ બ્રહ્માજીને સત્ય હકીકતની ખબર પડી ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને કહ્યું, કે તને અપ્રામાણિક માનવામાં આવશે અને તિરસ્કાર કરવામા આવશે. એટલે સુધી કે ધૂર્તોને પણ તારી સંજ્ઞા આપીને અપમાનિત કરવામા આવશે. રંગ બદલતા કાચંડાને આજે પણ લોકો ભગાડી મૂકે છે.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6