343
એક વેપારીએ એક ઘોડા પર મીઠું અને એક ગધેડા પર રૂની ગાંઠ ચડાવી.
રસ્તામાં એક નદી આવી. પાણીમાં ઘૂસતા જ ઘોડાએ પાણીમાં ડૂબકી લગાવી. તરત જ ખાસુ મીઠું પાણીમાં ઓગળી ગયું.
ગધેડાએ ઘોડાને પૂછ્યું કે તું શું કરે છે ? ઘોડાએ જવાબ આપ્યો “વજન ઓછું કરી રહ્યો છું.”
આ સાંભળીને ગધેડાએ પણ પાણીમાં બે ડૂબકી મારી, પરંતું રૂની ગાંઠ ભીની થઈને એટલી ભારે થઈ ગઈ કે તેને લઈ જતી વખતે ગધેડાનો જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયો.
સત્ય છે કે નકલ કરવા માટે પણ ઘણી અક્કલની જરૂર પડે છે.
અખંડ જ્યોતિ, જાન્યુઆરી ૧૯૭૧
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6