એક હતો રાક્ષસ. એણે એક માણસને પકડ્યો પણ ખાધો નહીં. ધમકાવીને કહ્યું – “મારી મરજી મુજબનાં કામો સતત કરતો રહે. ઢીલાશ કરી તો ખાઈ જઈશ.”
માણસથી થઈ શકે એટલું કામ કર્યું. જ્યારે થાકીને લોથપોથ થઈ ગયો અને વિનંતી કરવા આવ્યો ત્યારે એણે વિચાર્યું કે થોડું થોડું મરવા કરતાં એક દિવસ પૂરી રીતે મરવું સારું. એણે રાક્ષસને કહી દીધું- “જે મરજી હોય તે કરો પણ હું આ રીતે કામ કરતો નહિ રહું.” રાક્ષસે વિચાર્યું – “માણસ કામનો છે. થોડું થોડું કામ ઘણા દિવસો સુધી કરતો રહે તો શું ખોટું છે? એક દિવસ ખાઈ જવાથી તો એ લાભ બંધ થઈ જશે જે એની પાસેથી મળતો રહે છે.”
રાક્ષસે સમજૂતી કરી લીધી અને એને ખાધો નહીં, થોડું થોડું કામ કરતા રહેવાની વાત માની લીધી.
કથાસાર એ છે – “આપણામાં ‘ના’ કહેવાની પણ હિંમત હોવી જોઈએ. અસત્યનું સમર્થન નહીં કરું અને એમાં સાથ નહીં આપું.” જેનામાં આટલું પણ સાહસ ન હોય તો એને સાચા અર્થમાં મનુષ્ય કહી શકાય નહીં.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૦૦