87
એક સંતનો શિષ્ય તેમનાં દર્શને ગયો અને બોલ્યો – આજે હું ગરીબોને ભોજન કરાવીને આવ્યો છું. જ્યાં સુધી હું કોઈને સહાયતા ન કરું ત્યાં સુધી મને ચેન પડતું નથી. પ્રાર્થના કર્યા વિના મને ઊંઘ પણ આવતી નથી. સંત તેને સમજાવતાં બોલ્યા – વત્સ ! તારું આજનું પુણ્ય સમાપ્ત થઈ ગયું. જે દેખાડા માટે કોઈને સહાયતા કરે છે, સમજી લો કે તે નાટક કરી રહ્યો છે. કોઈની સહાયતા ગુપ્ત રીતે કરવી જોઈએ. સેવા એટલી ગુપ્ત હોવી જોઈએ કે જમણો હાથ દાન આપે તો ડાબા હાથને પણ ખબર ન પડે કે કોઈકની મદદ કરવામાં આવી છે.
નિષ્કામભાવે કરવામાં આવેલું કર્મ જ પુણ્યનું માધ્યમ બને છે.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6