ગુરુ ગોવિંદસિંહે એક નરમેધ યજ્ઞ કર્યો. તે અવસર પર એમણે ઘોષણા કરી કે ભાઈઓ ! દેશની સ્વાધીનતા માટે અને અન્યાયથી મુક્તિ મેળવવા માટે ચંડી બલિદાન માગે છે, તમારામાંથી જે પોતાનું માથું આપી શકે તે આગળ આવે.
ગુરુ ગોવિંદસિંહની માગનો સામનો કરવાનું સાહસ કોઈનામાં નહોતું, તે જ વખતે દયારામ નામનો એક યુવક આગળ વધ્યો. ગુરુ તેને એક તરફ લઈ ગયા અને તલવારનો ઘા કર્યો, લોહીની ધાર વહેવા લાગી, લોકો ભયભીત થઈ ઊઠ્યા. તે જ સમયે ગુરુ ગોવિંદસિંહ ફરી સામે આવ્યા અને ફરીથી પોકાર કર્યો. હવે કોણ માથું કપાવવા આવે છે. એક પછી એક ક્રમશઃ ધર્મદાસ, મોહકમચંદ, હિમ્મતરાય તથા સાહબચંદ આવ્યા અને તેમનાં મસ્તક પણ કાપી લેવામાં આવ્યાં. બસ હવે મેદાન સાફ હતું. આગળ વધવા માટે કોઈ તૈયાર ન થયો.
ગુરુ ગોવિંદસિંહ એ પાંચેયને બહાર લઈ આવ્યા. વિસ્મિત લોકોને બતાવ્યું કે આ તો નિષ્ઠા અને હિંમતની પરીક્ષા હતી, હકીકતમાં માથાં તો બકરાનાં કાપવામાં આવ્યાં. તે જ વખતે ‘અમારું બલિદાન લો– અમારું બલિદાન લો’ના અવાજો આવવા લાગ્યા. ગુરુએ હસીને કહ્યું- આ પાંચ જ તમારા પાંચ હજાર જેવા છે જેમનામાં નિષ્ઠા અને સંઘર્ષની શક્તિ ન હોય એવા પાંચ હજાર કરતાં નિષ્ઠાવાન પાંચ સારા ? ઈતિહાસ જાણે છે એ પાંચ જણાએ શીખ સંગઠનને મજબૂત બનાવ્યું.
જે અવતારના પ્રગટીકરણના સમયે સૂઈ રહેતા નથી, પરિસ્થિતિ અને પ્રયોજનને ઓળખી જઈ એમના કામમાં લાગી જાય છે તેઓ જ શ્રેય અને સૌભાગ્યના હકદાર બને છે, અગ્રગામી કહેવાય છે.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૦૦
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6