બોધિસત્વનો એક જન્મમાં કાશીના રાજાને ત્યાં જન્મ થયો હતો.
એકવાર ઝરૂખામાં બેઠા બેઠા તેમણે જોયું કે સડક પર સફાઇ કરનાર હરિજનને સોનાનો એક ટુકડો મળ્યો. એણે દિવાલની એક તિરાડમાં છુપાવી દીધો અને પોતાનું કામ કરતો રહ્યો.
બપોરે ઘરે પહોંચ્યો ત્યારે પત્નીએ કહ્યું – આજે દિવાળીનો ઉત્સવ છે જો થોડું ધન હોત તો ઘરમાં પકવાન બનાવી શકત. હરિજનને સોનું મળ્યાની વાત યાદ આવી, એણે કહ્યું થોડી રાહ જુઓ હમણાં સોનું લાવું છું, ને તે ભરબપોરે ખુશીથી નાચતો
નાચતો દોડી રહ્યો હતો.
રાજાને આ બંને ઘટનાઓ જોઇને આશ્ચર્ય થયું. તેમણે સિપાઈ મોકલીને હરિજનને બોલાવ્યો અને કહ્યું કે શું મળ્યું છે કે તું આટલો ખુશ છે ?
એણે સંપૂર્ણ વાત બતાવી દીધી.
રાજાને એની માનસિક સ્થિતિ જોઇને ખુશી થઈ અને દસ તોલા સોનું ઇનામમાં આપવાનો પ્રસ્તાવ મૂક્યો, પેલાએ ના પાડી દીધી અને કહ્યુ કે ભગવાને જે આપ્યુ છે તે પૂરતું છે.
હરિજન ચાલ્યો ગયો અને સોનાનો ટુકડો વેચીને દિવાળી ઊજવી. રાજાના મનમાં હજી પણ શંકા હતી. પોનાના દૂત મોકલીને એના ઘરના સમાચાર મગાવ્યા. જાણવા મળ્યું કે હરિજન કુટુંબ થોડા સાધનોથી જ પ્રસન્ન હતું.
બીજા દિવસે રાજાએ હરિજનને બોલાવ્યો અને એને પોતાનો અંગરક્ષક બનાવ્યો.
કેટલાય દિવસ વીતી ગયા, રાજાના ખજાનામાં અઢળક સોનું આવતું હતું. રાજા ઊંઘી ગયા હતા અંગરક્ષક પહેરો ભરી રહ્યા હતા. એના મનમાં વિચાર આવ્યો કે તલવારથી રાજાનું માથું ઉંડાવી દઉં અને ખજાનો લૂંટી લઉ, ઉત્તમ તક છે.
તે આવા વિચાર કરતો હતો ત્યાં તો રાજાની આંખ ખુલી ગઇ. એણે નોકરી છોડી દીધી. કારણ પુછતાં તેણે તેના મનનો ભેદ બતાવી દીધો અને કહ્યું – આ વૈભવના વાતાવરણમાં રહેતા જ મારું મન આટલું ભ્રષ્ટ થઇ ગયું તો વધારે દિવસ રહીશ તો મારું કેટલું નૈતિક પતન થશે ? આ કલ્પના કરતાં જ ધ્રુજારી વછુટે છે.
યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6