Home year2000 પંડિત અને મૂર્ખ

પંડિત અને મૂર્ખ

by Akhand Jyoti Magazine

Loading

શ્રાવાસ્તીના બે યુવકોમાં ખૂબ જ ગાઢ મિત્રતા હતી. બન્ને બીજાનાં ખિસ્સાં કાપવાનો ધંધો કરતા હતા. એક દિવસ ભગવાન બુદ્ધનું એક સ્થળે પ્રવચન ચાલી રહ્યું હતું બન્ને મિત્રો ત્યાં પહોંચ્યા.

એમાંથી એકને ભગવાન બુદ્ધનાં પ્રવચન ખૂબ જ સારાં લાગ્યાં અને એ ધ્યાનમગ્ન થઈ એમને સાંભળવા લાગ્યો. બીજાએ આ સમય દરમ્યાન ઘણાનાં ખિસ્સાં કાપી નાખ્યાં. સાંજે બન્ને ઘર તરફ પાછા વળ્યા. એકની પાસે ધન હતું બીજા પાસે સદ્વિચાર.

ખિસ્સાકાતરુએ વ્યંગ કરતાં કહ્યું- “તું ખૂબ જ મૂર્ખ છે, કારણ કે બીજાઓની વાતમાં આવીને પ્રભાવિત થઈ ગયો. હવે આ પાંડિત્યનું જ ભોજન બનાવ અને પેટ ભર.” પોતાનાં પૂર્વકૃત્યોથી દુઃખી બીજો ખિસ્સાકાતરુ તથાગત પાસે ગયો અને એમને બધું સંભળાવી દીધું.

બુદ્ધે સમજાવ્યું “વત્સ ! જે પોતાની બૂરાઈઓને સમજી એમને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે તે જ સાચો પંડિત છે અને જે બૂરાઈ કરતો હોવા છતાં પણ પંડિત બને છે, તે જ મૂર્ખ છે.

યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૦૦

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like