વાલ્મીકિ રામાયણમાં કથા આવે છે કે એક વાર એક કૂતરો ભગવાન રામના દરબારમાં પોતાની સમસ્યા લઈને પહોંચ્યો.
તેણે ભગવાન રામને કહ્યું કે પ્રભુ ! મને નગરના એક બ્રાહ્મણે અકારણ જ દંડાથી માર્યો અને પ્રતાડિત કર્યો છે. હું આપને પ્રાર્થના કરું છું કે તેને કલિંજર પીઠનો મહંત બનાવી દો.’” ભગવાન રામ બોલ્યા, “પણ તેણે તારી સાથે દુર્વ્યવહાર કર્યો છે તો સજાને બદલે તેના માટે પુરસ્કારની ઇચ્છા શા માટે ?’’
કૂતરો બોલ્યો, “ભગવન્ ! હું પૂર્વજન્મમાં કલિંજરનો મહંત જ હતો. મેં જીવનભર સદાચરણ કર્યું, દાનની સંપત્તિનો અંગત કાર્યોમાં કોઈ ઉપભોગ ન કર્યો, પણ એક વાર મારાથી ભૂલવશ મંદિરમાં ચડાવેલાં ઘીનો ઉપયોગ મારા ભોજનમાં નાંખવા માટે થઈ ગયો હતો.
આજે તેના જ પ્રાયશ્ચિત્ત સ્વરૂપે આ શ્વાન યોનિમાં મારો જન્મ થયો છે. વળી આ વ્યક્તિ તો સ્વભાવથી દુરાચારી અને ઉચ્છૃંખલ છે, તેનું શું પરિણામ આવશે એ આપનાથી સારું કોણ જાણી શકે ?’
જવાબદારીવાળાં સ્થાનો પર બેઠેલી વ્યક્તિઓએ સદાય પદની ગરિમા અને મર્યાદાનું ધ્યાન રાખવું જોઈએ અન્યથા પતન થતાં વાર નથી લાગતી.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6