97
એક રાજાએ એક ગુલામ ખરીદ્યો. તેમણે ગુલામને પૂછ્યું, “તારું નામ શું છે ?” તેણે જવાબ આપ્યો, “હુજૂર ! આપ જે નામે બોલાવો એ જ મારું નામ હશે.” રાજાએ ફરી પૂછ્યું, “તું શું ખાઈશ અને શું પહેરીશ ’તેણે કહ્યું, “હુજૂર ! જે ખવરાવશો અને જે પહેરાવશો એ.” રાજાએ પૂછ્યું, “તું શું કામ કરીશ ?” ગુલામ બોલ્યો, “જે આપ કરાવશો.” ત્યારે રાજાએ પૂછ્યું, “આખરે તું શું ઈચ્છે છે ?” તેણે કહ્યું, “હુજૂર ! ગુલામને કોઈ ઈચ્છા હોય છે ખરી ? ‘ રાજાએ ગાદી પરથી ઊતરીને તેને છાતીએ ચાંપ્યો અને કહ્યું, “હું તને આજથી મારો ગુરુ માનું છું, તેં મને બતાવી દીધું છે કે પરમાત્માનો સેવક કેવો હોય ?’
ઈશ્વર પ્રત્યે સમર્પિત ભક્તની પોતાની કોઈ અંગત ઈચ્છા ન રહેવી જોઈએ.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6