ગૌડ દેશમાં એક ભાવનાશીલ મજૂર રહેતો હતો. જેટલું કમાતો એટલું ભરણપોષણમાં ખર્ચાઈ જતું. દાન-પૂણ્ય માટે કાંઈ ન બચતું. તેનાથી એ દુ:ખી રહેવા લાગ્યો.
પરમાર્થ કર્યા વિના પરલોકમાં સદગતિ કેવી રીતે મળશે ? પોતાની વ્યથા તેણે એ ક્ષેત્રના રહેવાસી મદ્રક સંતને કહી સંભળાવી.
એમણે કહ્યું, આ ક્ષેત્રમાં તળાવો ઘણાં છે પણ એ સમતળ થઈ ગયા છે. એની ઊંડાઈ ન હોવાથી એમાં પાણી પણ ટકતું નથી અને તરસ્યાં પશુ-પક્ષીઓ પોતાની તરસ છિપાવવા દૂર દૂર સુધી જાય છે. મનુષ્યોને પણ ઓછી તકલીફ નથી પડતી. તું આ તળાવ પાસે જયાં ઈચ્છે ત્યાં તારા પરિવારને લઈને રહે અને શ્રમદાનથી તળાવોનો જિર્ણોદ્ધાર કરતો રહે.
જેવી રીતે નવું મંદિર બાંધવા કરતાં જૂના મંદિરના જિર્ણોદ્વારને શ્રેષ્ઠ માનવામાં આવે છે, બાળકોને જન્મ આપવા ક૨તાં રોગીઓની સેવા ક૨વી શ્રેયસ્ક૨ છે, તેવી રીતે તું શ્રમદાનના આધારે તળાવોનો જિર્ણોદ્ધાર કર અને તેની નજીક વૃક્ષ પણ વાવી દે.
કિસાન મજુ૨ પાસે પોતાની શ્રમસંપત્તિ અઢળક હતી, તેનાથી તે નિર્વાહ ઉપરાંત પરમાર્થ પણ કરવા લાગ્યો અને સંતની સલાહ અનુસાર પરમ શ્રેયનો અધિકારી બન્યો.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6