પરશુરામ એ વખતે શિવજી પાસે શિક્ષણ લઈ રહ્યા હતા. ભગવાન શિવ શિષ્યોમાંથી એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીને શોઘી રહ્યા હતા કે જે ન્યાય અને ઔચિત્ય પ્રત્યે અતૂટ નિષ્ઠાવાન હોય સાથેસાથે નિર્ભય અને પરાક્રમી પણ.
આ શોઘ માટે ભગવાન શિવજીએ કેટલાંક અનુચિત આચરણ કરવાનું શરૂ કર્યુ અને બારીકાઈથી જોયું કે શિષ્યોમાંથી કોની કેવી પ્રતિક્રિયા થાય છે.
બીજા બઘા માફ કરતા રહ્યા કે સહન કરતા રહ્યા. માત્ર પરશુરામ એક એવા હતા જેમણે સૂચન જ નહિ, વિરોઘ પણ કર્યો. એક દિવસ વાત વઘતીવઘતી એટલે સુઘી પહોંચી કે પરશુરામ ગુસ્સાથી ઊભા થઈ ગયા અને ન માનવાથી શિવજી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા.
ભગવાનને વિશ્વાસ થઈ ગયો કે આ જ એ છે, જે ફેલાયેલી અનીતિનું નિરાકરણ કરી શકશે. તેમણે પ્રસન્ન થઈને તેમને દિવ્ય પરશુ આપ્યું અને સહસ્રબાહુથી માંડીને પૃથ્વી પરના સમસ્ત આતતાયીઓ સાથે લડી લેવાનો આદેશ આપ્યો.
ગુરુ-શિષ્યની લડાઈ પુરાણોની અમરકથામાં સમાયેલી છે. શિવજીનાં સહસ્ર નામોમાંથી એક નામ ખંડપરશુ પણ છે. અર્થાત્ પરશુરામે જેમને ખંડિત કર્યા.
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6