વિદ્રુધ ખૂબ પુણ્યાત્મા સંત હતા. તેમણે આખી જિંદગી ગરીબ અને દુખી લોકોની તથા પ્રાણીમાત્રની સેવા અને ભલાઈ કરી હતી. આથી તેઓ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેમને સ્વર્ગ મળ્યું. ત્યાં ચારેયબાજુ આનંદ, ઉલ્લાસ, પ્રસન્નતા તથા આનંદપ્રમોદનું વાતાવરણ હતું. થોડાક દિવસો સુધી તો વિદ્રુધને તે વાતાવરણ સારું લાગ્યું, પરંતુ થોડાક સમયમાં જ તેઓ તેનાથી કંટાળી ગયા.
એક દિવસ ઈન્દ્રે તેમને પૂછ્યું કે આપ દુખી હો એવું લાગે છે. આપને એવી કઈ વસ્તુની જરૂર છે, જે અહીં નથી મળતી?
વિદ્રુધે કહ્યું કે હું પૃથ્વી પર પાછો જઈને ગરીબ તથા દુખી લોકોની સેવા કરવા ઇચ્છું છું. તેમની પરોપકાર કરવાની વાત સાંભળીને ઇન્દ્ર સહિત બધા દેવો વિદ્રુધ આગળ શ્રદ્ધાથી ઝૂકી ગયા. વિદ્રુધ પૃથ્વી પર પાછા આવતા રહ્યા અને ફરીથી તેઓ ગરીબ તથા દુખી પ્રાણીઓની સેવા કરવામાં મગ્ન થઈ ગયા.
સંતની આવી પરોપકારની ભાવના ખરેખર ધન્ય છે. સાચા સંતો આવા જ હોય છે.
યુગ શક્તિ ગાયત્રી, ઑગસ્ટ ૨૦૨૨
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6