92
રાજગૃહના અધિપતિ રાજા અજાતશત્રુએ પોતાના પિતાનો વધ કર્યો. પ્રાયશ્ચિતને માટે પંડિતોની સલાહ મુજબ પશુ બલિવાળો યજ્ઞ તે કરતો હતો.
બુદ્ધે આ સાંભળ્યું તો તે સીધા અજાતશત્રુના આંગણામાં આવી પહોંચ્યા. રાજા અજાતશત્રુના હાથમાં એક તણખલું આપીને કહ્યું. “આને તોડો.” રાજાએ તણખલું તોડયું. પછી બુદ્ધે કહ્યું. “હવે એને જોડો ” રાજાએ કહ્યું “આ સંભવ નથી.”
બુદ્ધે રાજાને સમજાવ્યું. પાપનું પ્રાયશ્ચિત પાપથી ન થઈ શકે તેને માટે બીજું કોઈ પરમાર્થ કાર્ય કરો. અજાતશત્રુને તથ્ય સમજાઈ ગયું. તેણે પશુ બલિવાળો યજ્ઞ બંધ કરી દીધો.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6