Home year2003 પુરુષાર્થનો માર્ગ

પુરુષાર્થનો માર્ગ

by Akhand Jyoti Magazine

Loading

પિતામહ બ્રહ્માને સૃષ્ટિના નિર્માણની પ્રેરણા- આત્મબળ સંપાદનની સ્ફુરણા થઈ અને એમણે સૃષ્ટિ રચીને જીવધારીઓ માટે એક મહત્ત્વપૂર્ણ સંકેત આપ્યો-કંઈક મેળવવું હોય તો આત્મદેવના શરણે જાવ અને તેની જ પાસેથી મેળવવાનો પ્રયાસ કરો.

બ્રહ્માજી કમળના ફૂલ પર બેઠા બેઠા ચિંતનમાં લીન હતા, તેઓ વિચારી રહ્યા હતા કે સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે કરું ?

આ અસમંજસમાં પડેલા બ્રહ્માને એક આકાશવાણી સંભળાઈ, જે કહી રહી હતી, તપ કર.

બ્રહ્માજી આકાશવાણીને ઈશ્વરીય આદેશ માનીને તપમાં સંલગ્ન બની ગયા.
એમણે લાંબા સમય સુધી ઘોર તપ કર્યું અને તેના જ બળે એમને સૃષ્ટિના નિર્માણની ક્ષમતા પ્રાપ્ત થઈ.

પુરુષાર્થ અને સાહસ કરીને જ બ્રહ્માજીએ કંઈક મેળવ્યું હતું. આ જ માર્ગ બ્રહ્માએ રચેલાં પ્રત્યેક પ્રાણી માટે છે. ઉદ્યમી મનુષ્ય ઉન્નતિ કરે છે અને સુખ મેળવે છે અને અકર્મણ્ય વ્યકિત ભાગ્યને દોષ દઈને રોતા- કકળતા જિંદગી પૂરી કરે છે.

યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૦૩

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like