129
એક કીડી ક્યાંક જઈ રહી હતી. રસ્તામાં તેને બીજી કીડી મળી ગઈ. બંન્નેએ એકબીજાના કુશળ સમાચાર પૂછ્યા. એક કીડીએ બીજી કીડીને કહ્યું – ”બહેન ! બીજું બધું તો ઠીક છે, પણ મારું મો ખારું રહે છે. ’’ બીજી કીડીએ કહ્યું- ”તું મીઠાના પર્વત પર રહે છે, એટલે જ તારુ મોં ખારુ રહે છે ચાલ, મારી સાથે. હું ખાડના પહાડ પર રહુ છું ત્યા તારુ મોં મીઠુ થઈ જશે.
બંન્ને ચાલી નીકળી. ખાંડના પર્વત પર પહોંચ્યા તે પછી પણ એનું મોં મીઠુ ન થયું. બીજી કીડીએ પૂછ્યું – ”તુ મોઢામાં મીઠાની કાંકરી તો નથી લાવી ને ?” પહેલી કીડીએ કહ્યું-”હા! એ તો છે.
બહેન ! મીઠું છોડયા વગર તારું મોં કેવી રીતે મીઠું થશે ? પૂર્વાગ્રહો છોડ્યા વગર કોઈપણ આદમી સત્યને પામી શકતો નથી.
યુગ શક્તિ ગાયત્રી, જુન ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6