એક હરણી તરસથી વ્યાકુળ થઈને તળાવ તરફ ભાગતી જઈ રહી હતી. ત્યારે જ તેણે જોયું કે એક રાજા તેના પર નિશાન તાકી રહ્યો છે. હરણી તરત ત્યાં જ અટકી ગઈ અને બોલી – રાજન ! નિશાન તાકતાં પહેલાં મારી એક વિનંતી સાંભળી લો. હું આપના નિશાન પર છું. આપ રાજા છો અને હું આપની પ્રજા છું. હું ફક્ત એટલું ઇચ્છું છું કે પહેલાં હું મારાં બાળકોને મારા પતિને સોંપી દઉં, પછી આપ મારો શિકાર કરો.
રાજાએ તેને જવા દીધી. હરણી પાણી પીને ઘર તરફ ચાલી નીકળી. હરણીએ ઘરે જઈને પોતાનાં બાળકોને વહાલ કર્યું અને પોતાના પતિ હરણને બધી વાત જણાવી.
તેનો પતિ બોલ્યો – તારા વિના બાળકોનું પાલન સંભવ બની શકશે નહિ. એટલા માટે તું અહીં રોકાઈ જા અને હું તારી જગ્યાએ જાઉં છું. આ સાંભળી હરણી બોલી – ના, સ્વામી ! હું વચનબદ્ધ છું. રાજા પાસે હું જ જઈશ. માતા-પિતાની વાત સાંભળીને બાળકો કહેવા લાગ્યાં – આપ બંને અહીં રહો, તમારા બદલે અમે જઈએ છીએ. જ્યારે કોઈ નિર્ણય ન થઈ શક્યો તો ચારેય જણાં રાજા પાસે પહોંચ્યા.
હરણીએ રાજાને આખો ઘટનાક્રમ કહી સંભળાવ્યો. રાજાએ હરણી અને તેના પરિવારનું વચન નિભાવવાનું ગૌરવ જોયું તો શરમાઈ ગયો. તેને બોધ થયો કે તેના રાજ્યનાં પશુ-પક્ષી પણ તેની પ્રજા છે, એટલા માટે તેમનું રક્ષણ કરવાની પણ તેની જવાબદારી છે. તેણે ચારેયને છોડી દીધાં અને પછી ફરીથી હિંસા ન કરવાનો નિર્ણય લીધો.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6