ઉદ્યાનમાં ભ્રમણ કરતાં-કરતાં રાજા વિક્રમાદિત્યે મહાકવિ કાલિદાસને કહ્યું- “આપ આટલા બધા પ્રતિભાશાળી અને મેઘાવી છો છતાં ભગવાને આપનું શરીર પણ બુદ્ધિની જેમ સુંદર શા માટે ન બનાવ્યું ?”
બુદ્ધિશાળી કાલિદાસ રાજાની ઉકિતમાં રહેલો ગર્વ સમજી ગયા પરંતુ તરત તેઓ કશું બોલ્યા નહીં. રાજમહેલમાં આવીને એમણે બે પાત્રો મંગાવ્યાં. એક માટીનું અને બીજું સોનાનું. બન્નેમાં પાણી ભરી દીધું.
થોડીવાર પછી કાલિદાસે વિક્રમાદિત્યને પૂછ્યું : “રાજન કયા પાત્રનું પાણી વધારે શીતળ છે ?” વિક્રમાંદિત્યે જવાબ આપ્યો – “માટીના વાસણનું” એટલે સ્મિત કરતાં કાલિદાસે કહ્યું – જેવી રીતે શીતળતાનો આધાર પાત્રના બાહ્યરૂપ ઉપર નથી તેવી જ રીતે પ્રતિભાનો આધાર પણ શરીરની આકૃતિ કે રંગ ઉપર નથી. વિદ્વતા અને મહાનતાનો સંબંધ શરીર સાથે નથી, પરંતુ આત્મા સાથે છે ”
યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6