Home year2017 પ્રભુ ધ્યાન

પ્રભુ ધ્યાન

by Akhand Jyoti Magazine

Loading

એક શિષ્યએ પોતાના ગુરુને પૂછ્યું – ગુરુદેવ ! શાસ્ત્રોમાં લખ્યું છે કે પ્રભુ તરફથી ધ્યાન ક્ષણભર પણ હઠવું ન જોઈએ. જો થોડી વાર માટે ધ્યાન હઠી જાય તો શું ફેર પડે છે? જવાબમાં ગુરુએ શિષ્યને એક અત્યાચારી રાજાની કથા સંભળાવી, જે કોઈનાથી રુષ્ટ થતાં તેને બંદી બનાવીને તથા અંધ કરીને એક ચોર્યાસી કોસના જંગલમાં છોડી દેતો હતો.

એ જંગલમાં ચારે બાજુ એક મોટી અને મજબૂત દીવાલ બનેલી હતી. મોટા ભાગના લોકો એ દીવાલ સાથે માથું ભટકાવીને મરી જતા હતા, પણ તેમનામાંથી એક ઈશ્વરભક્ત પણ હતો જેને એ વિશ્વાસ હતો કે જે ઈશ્વરે સૃષ્ટિપર્યંત માયા રચી છે, તેની પાસે શું એક નાનકડા જંગલમાંથી નીકળવાનો માર્ગ નહિ હોય ?

આ વિશ્વાસના આધારે તે દરરોજ દીવાલનો સહારો લઈને ગોળ – ગોળ ફર્યા કરતો હતો અને આવી રીતે જ એક દિવસ તેને દીવાલની વચ્ચે એક એવું બાકોરું મળી ગયું જેમાંથી બહાર નીકળી શકાતું હતું.

આ કથાનો સંદર્ભ આપતાં ગુરુએ શિષ્યને કહ્યું – વત્સ ! એ ચોર્યાસી કોસના જંગલની જેમ આ સૃષ્ટિ પણ ચોર્યાસી લાખ યોનિઓનો ભટકાવછે જેમાં મોટા ભાગના લોકો ભટકતા રહે છે પરંતુ જે પ્રભુનામ રૂપી દીવાલને પકડી રાખે છે તેને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય છે.

યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૧૭

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like