આર્જેન્ટિનાનો એક પ્રસિદ્ધ ગોલ્ફર વિન્સેન્જોએ એક રમત સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું. પુરસ્કાર જીત્યા પછી તે પોતાની કાર પાર્કિંગમાંથી બહાર કાઢી રહ્યો હતો ત્યાં એક મહિલા તેમની પાસે આવીને રોવા લાગી. તેને પૂછતાં તેણે જણાવ્યું કે તેના બાળકને કેન્સર છે અને એટલે જ તે આટલી દુઃખી છે. વિન્સેન્જોનું દિલ આ સાંભળીને પીગળી ગયું. તેણે તરત જ પુરસ્કારમાં જીતેલી બધી રકમ એ મહિલાને આપી દીધી.
થોડા દિવસ પછી એ રમત સ્પર્ધાના આયોજકો સાથે તેની મુલાકાત થઈ તો તેણે આખીય ઘટનાક્રમ આયોજકોને કહી સંભળાવ્યો. આખી ઘટના સાંભળીને આયોજક બોલ્યા – અરે ! આપ તો લૂંટાઈ ગયા. એ મહિલા તો ધોખેબાજ છે, કેટલાય લોકોને આવી જ વાર્તા કરીને લૂંટી ચૂકી છે. પણ વિન્સેન્કો પરેશાન થવાને બદલે બોલ્યા – અરે ! આ તો બહુ ખુશીની વાત છે. આપ લોકોએ તો મારું મન જ હળવું કરી દીધું. હું તો છેલ્લા એક મહિનાથી એટલા માટે જ સૂઈ શકતો નથી કે મને એ મહિલાના બાળકને થયેલા કેન્સરની ચિંતા થઈ રહી હતી. મારા પૈસા ચાલ્યા ગયા, એની મને ચિંતા નથી પણ મને તો પ્રસન્નતા એ વાતની છે કે એના બાળકને કેન્સર નથી. પૈસા તો આવતા જતા જ રહે છે. મહાપુરુષોનું હૃદય સદાય કરુણાથી ભીંજાયેલું જ રહે છે.
યુગશક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૧૫
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6