એક સંતે એક વિદ્યાલય શરૂ કર્યું. તેનો ઉદ્દેશ્ય સંસ્કારી યુવકો તથા યુવતીઓનું નિર્માણ કરવાનો હતો.
એક દિવસ તેમણે પોતાના વિદ્યાલયમાં એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું. તેનો વિષય હતો – પ્રાણીમાત્રની સેવા. નક્કી કરેલા દિવસે વક્તૃત્વાર્ધા શરૂ થઈ. તેમાં બોલવા માટે અનેક વિદ્યાર્થીઓ મંચ પર આવ્યા અને તેમણે એક એકથી ચઢિયાતુ પ્રવચન કર્યુ, પરંતુ જ્યારે ઈનામવિતરણ થયું ત્યારે તે સંતે એક એવા વિદ્યાર્થીને પુરસ્કાર આપ્યો કે જેણે તે સ્પર્ધામાં ભાગ લીધો ન હતો. આવું જોઈને વિદ્યાર્થીઓ તથા કેટલાક શિક્ષકો પણ નવાઈ પામ્યા. તેમને એવું લાગ્યુ કે સંતે પક્ષપાત કર્યો છે. તેમને શાંત કરતાં કહ્યું કે વહાલા વિદ્યાર્થીઓ આપણા વિધાલયના દ્વારે મે એક ઘવાયેલી બિલાડીને મુકાવી હતી. તમે બધાએ તેને જોઈ હશે, પરંતુ તમે તેની વેદના તરફ ધ્યાન ન આપ્યું. તમારામાં એના પ્રત્યે કરુણા ન જાગી. માત્ર આ એક જ વિધાર્થીએ તેના પર દયા કરીને તેનો ઉપચાર કર્યો અને તેને સુરક્ષિત જગ્યાએ મૂકી દીધી. દયા, કરુણા, સેવા, સહાયતા વગેરે પ્રવચનનો વિષય નથી. આ બધા સદ્ગુણો વ્યવહારમાં ઊતરવા જોઈએ. જે પોતાના આચરણમાં આ બધા ગુણોને ન ઉતારે તે ભલે ગમે તેટલું સરસ વક્તવ્ય આપે, એમ છતાં તે ઈનામ મેળવવાને યોગ્ય નથી. સાચી વાતની ખબર પડતાં જ બધા શરમના માર્યા નીચું જોઈ ગયા અને બિલાડીની સેવા કરનાર વિદ્યાર્થી પ્રત્યે શ્રદ્ધાથી તેમનું મસ્તક ઝૂકી ગયું.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૨૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6