સંત મહાત્માઓને તેમના શિષ્યો અને અનુયાયીઓ સમયાંતરે મૂલ્યવાન વસ્તુઓ ભેટમાં આપતા રહે છે અને મહાત્મા એ વસ્તુઓ સમાજની વ્યક્તિઓમાં વહેંચી દે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી સ્વામી સહજાનંદનાં ચરણોમાં સૂરત નિવાસી આત્મારામ નામના દરજીએ એક સુંદર અંગરખું ભેટ ધર્યું તો ત્યાં હાજર ભકતગણ તેને જોતા જ રહી ગયા.
પાસે જ ભાવનગરના રાજા વિજયસિંહજી બેઠા હતા. તેમને એ અંગરખું ખૂબ પસંદ આવ્યું. તેઓ ઈચ્છતા હતા કે ગમે તેમ આ અંગરખું મળી જાય. તેમણે દરજીની મુક્ત કંઠે પ્રશંસા કરી, “તમે એક અંગરખું મને પણ બનાવી દો, હું તમને સિલાઈના સો રૂપિયા આપીશ. .
આ સાંભળીને દરજી બોલ્યો, “રાજન્ ! હવે આ પ્રકારનું બીજું અંગરખું બનાવવાનું મારા માટે શક્ય નથી, કારણ કે સ્વામીજી માટે સીવવામાં આવેલું અંગરખું પૈસાના ટાંકાથી સીવવામાં નથી આવ્યું, પણ એમાં પ્રેમના ટાંકા લેવામાં આવ્યા છે. બીજું અંગરખું સીવવા માટે એવો પ્રેમ હું ક્યાંથી લાવું ?”
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6