144
ભરવાડે ધેટાને બહુ પ્રેમથી ખભા પરથી ઉતાર્યું તેને નવડાવ્યું, વાળ કોરા કર્યાં અને લીલું ઘાસ ખાવા માટે આપ્યું. ધેટાને ધાસ ખાતું જોઇને ભરવાડ બહુ ખુશ થતો હતો.
મહાપુરુષ ઈસુ ભરવાડની ઝૂંપડી પાસે જ બેસીને આરામ કરી રહ્યા હતા. એમણે આ પ્રસન્ન ચિત્ત ભરવાડને જોઇને પૂછ્યું-વત્સ ! આજે તું આટલો ખુશ કેમ છે ?
મહત્મા ! આ ધેટું જંગલમાં દરરોજ ભૂલું પડી જાય છે. મારી પાસે બીજાં સો ધેટાં છે, પરંતુ એ બધાં સીધાં ઘેર આવી જાય છે, તેને આટલો પ્યાર એટલા માટે આપ્યો કે તે ફરીથી ભૂલું ન પડે.
અને ત્યારે ઇસુએ પોતાના શિષ્યોને કહ્યું–જે લોકો અવળા માર્ગે ચડી ગયા છે એમને પ્રેમ પૂર્વક જ સીધા માર્ગ પર લાવવા જોઇએ.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૦
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6