81
એક યુવક એક યુવતીને પ્રેમ કરવા લાગ્યો. પ્રેમમાં જોશ વધારે હોય છે અને હોશ ઓછો.
તે એની પાસે લગ્નની જીદ કરવા લાગ્યો. વડીલોએ એને સમજાવ્યો પણ યુવક કોઈની વાત સાંભળવા તૈયાર નહોતો. હેરાન થઈને તે એક સંત પાસે ગયો.
સંતે પૂછ્યું— “ભાઈ ! છોકરી સાથે લગ્ન કરવામાં તો કોઈ બુરાઈ નથી; પરંતુ વિચારી લે જો એના પિતા નારાજ થશે તો ?” યુવક જોશમાં ભરાઈને બોલ્યો “પ્રેમ માટે હું મોટામાં મોટી કુરબાની આપવા તૈયાર છું.”
સંત હસ્યા. બોલ્યા— “બેટા ! પ્રેમ તો તને તારી માતાએ પણ કર્યો છે. પિતા, ભાઈ વગેરેએ પણ પ્રેમ કર્યો છે. એમના પ્રેમ માટે તેં કોઈ કુરબાની આપી છે? ત્યાગ કર્યોં છે? બરાબર વિચાર કર કુરબાની પ્રેમ માટે કરી રહ્યો છે કે વાસના માટે ?
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6