Home year2017 બધા ભગવાન એક છે

બધા ભગવાન એક છે

by Akhand Jyoti Magazine

Loading

એક શાહુકાર ભગવાન વિઠ્ઠલનાથનો ભક્ત હતો. તેને ત્યાં પુત્ર જન્મ્યો તો તેણે ભગવાન વિઠ્ઠલનાથની મૂર્તિ માટે સોનાનો એક કમરબંધ બનાવવાનો સંકલ્પ લીધો. નગરનો શ્રેષ્ઠતમ સોની નરહિર હતો, એટલે શાહુકારે નરહરિ સોનીનો સંપર્ક કર્યો.

નરહરિ સોની ભગવાન શિવનો અનન્ય ભકત હતો અને તે ક્યારેય ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરે ગયો ન હતો. એટલે જ્યારે શાહુકારે તેને ભગવાન વિઠ્ઠલનાથજીના માટે કમરબંધ બનાવવાનું કહ્યું તો નરહરિએ તેને ભગવાન વિઠ્ઠલનાથજીની કમરનું માપ લાવવાનું કહ્યું. શાહુકારે આપેલા માપના આપનારાએ કમરબંધ બનાવી દીધો પણ તે થોડોક ટૂંકો થઈ ગયો. શાહુકારના કહેવાથી નરહરિ સોનીએ તે થોડોક મોટો કરી દીધો તો આ વખતે તે કંઈક ઢીલો થઈ ગયો. આવી સ્થિતિમાં શાહુકારે નરહરિને જાતે મંદિરમાં આવીને માપ લેવાનું કહ્યું. નરહરિ સોનીએ શાહુકારને કહ્યું કે તે મંદિરે આવવા તૈયાર છે પરંતુ તે માત્ર ભગવાન શિવના મંદિરે જાય છે એટલે તેની આંખ પર પટ્ટી બાંધીને તેને લઈ જવામાં આવે. શાહુકારે તેની વાત માની લીધી.

જ્યારે નરહરિ સોની મંદિરમાં ભગવાન વિઠ્ઠલનાથની મૂર્તિનું માપ લેવા માટે તેમનાં ચરણોમાં ઝૂક્યો તો તેને લાગ્યું કે ત્યાં ભગવાન શિવ નૃત્ય કરી રહ્યા છે અને જ્યારે તેણે કમરને સ્પર્શ કર્યો તો તેને લાગ્યું કે મૂર્તિની કમરમાં સાપ લપેટાઈ રહ્યા છે. તેને લાગ્યું કે આ તો ભગવાન શિવની મૂર્તિ છે. આમ વિચારીને તેણે આંખોની પટ્ટી ખોલી નાંખી તો ત્યાં ભગવાન વિઠ્ઠલનાથ ઊભા હતા. તેણે ફરી પટ્ટી બાંધીને શોધવાનો પ્રયાસ કર્યો તો તેને ભગવાન શિવની ઉપસ્થિતિની પ્રતીતિ થઈ. ત્યારે જ આકાશવાણી થઈ – બધા ભગવાન એક છે નરહિર, તું ભેદ શું કામ કરે છે ? નરહરિના મનનો ભ્રમ દૂર થઈ ગયો અને તેણે ભગવાન વિઠ્ઠલનાથ માટે એક સુંદર કમરબંધ બનાવી દીધો.

યુગ શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર ૨૦૧૭

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like